વેડિંગ ફોટોગ્રાફીનો ન્યૂ ટ્રેન્ડ

in #taskgarud3 years ago


ખરેખર સમય સાથે ઘણું બધું બદલાઈ જાય છે. હવે લગ્ન અને લગ્નના ફોટોગ્રાફ્સને જોઈ લો. સમયની સાથે તેમાં ઘણું પરિવર્તન આવ્યું છે, જો તમે ક્યારેય તમારા માતાપિતાના લગ્નના ફોટોગ્રાફ જોયા છે, તો તેમાં તમને કદાચ એવો કોઈ ફોટો જોવા મળે, જેમાં તેઓ કેમેરામાં સીધું જોઈ રહ્યા હોય. મોટાભાગના ફોટામાં તેમની આંખો નીચે ઢળેલી અથવા બીકે ક્યાંક જોતી જોવા મળશે. તે જમાનો અલગ હતો. જેમ સમય બદલાયો તેમ હવે વેડિંગ ફોટોગ્રાફીની રીત અને ચલણ બદલાયા છે. હવે લગ્નના બંધનમાં બંધાનાર યુગલ કેમેરાથી પોતાની નજર નથી ચોરતું , પરંતુ એકએકથી ચઢિયાતા પોઝમાં ફોટો ક્લિક કરાવે છે.

જોકે આજના યુગલોને તો કઈંક અલગ જોઈએ છે. કઈંક એવું જે બીજાથી વધારે સારું હોય, કઈંક એવું જે ખાસ હોય, જે સોશ્યિલ મીડિયા પર તેમને અનેક લાઇક્સ મેળવી આપે. આજના યુગલ એ વાતને ખૂબ સારી રીતે સમજે છે કે આ વેડિંગ દ્વારા ન માત્ર યાદોં રૂપે તેમની સાથે રહેશે, પરંતુ સોશ્યિલ મીડિયા પર પણ તેમને અનેક લાઇક્સ અને પ્રશંસા મેળવી આપશે.

Wedding Photography - TaskGarud

આખરે યાદો છે -

આ સ્થિતિમાં એ કહેવું પણ ખોટું રહેશે કે વરવધુ સહિત તેમના પરિવારજનો પણ ઈચ્છે છે કે બધાના ફોટો લેવામાં આવે, જેથી ભવિષ્યમાં યાદગીરી રૂપે તેને સાચવીને રાખી શકાય. તેમ છતાં આ બધાની વચ્ચે સૌથી વધારે ફોકસ તો વરવધુ પર હોય છે. લગ્નનો દિવસ કોઈના પણ જીવનના સૌથી મહત્વના દિવસોમાંથી એક હોય છે. આ એક એવો દિવસ હોય છે, જેના માટે તમે કોણ જાને કેટલા સપનાં સજાવીને રાખ્યા હોય છે. આ સ્થિતિમાં લગ્નના દિવસે અનેક રીતરિવાજ અને પ્રવૃત્તિની વચ્ચે આ દિવસ ક્યારે પસાર થાય છે તેની ખબર નથી રહેતી.

વર્તમાન સમયના સોશ્યિલ મીડિયા સેવી કપલ્સ પોતાના લગ્નના દિવસ માટે તે ફોટોગ્રાફર્સને હાયર કરે છે, જે તેમના આ મહત્ત્વના દિવસને વધારે રોમાંચક, રચનાત્મક અને ફની એટલે કે કેન્ડિડ રીતે વિડિઓ ફોટોઝમાં કેદ કરે છે.

આજના મોડર્ન કપલ્સ ન માત્ર લેટેસ્ટ ટ્રેન્ડ્સથી અપડેટ રહે છે, પરંતુ પોતાના લગ્ન માટે સોશ્યિલ મીડિયા પર જાતે શોધેલા હેશટેગ્સ પણ ઉપયોગમાં લે છે, જેથી વધારેમાં વધારે લોકોને તેમના લગ્ન વિશે જાણ થાય. ટેક્નોલોજી અને તેના દ્વારા શોધાયેલી રીત પણ સારા ફોટાની ઈચ્છા ધરાવનારને ખૂબ સાથ નિભાવી રહ્યા છે.

આ ટેક્નોલોજીની ભેટ છે કે આજે આપણને લગ્ન અને ઓઉટડોર સેલિબ્રેશનમાં ડ્રોન્સ પણ જોવા મળી જાય છે. જે એકએકથી ચઢિયાતા ફોટો અને વીડિઓ કેદ કરી રહ્યા હોય છે. આ ટેક્નિક્સ અને સોશ્યિલ મેડિયાની હાજરીથી ખરેખર ઘણું પરિવર્તન આવ્યું છે.

કેન્ડિડ ફોટોગ્રાફી -

વાત માત્ર અહીં નથી અટકતી. કપલ્સ પોતાના લગ્નના દિવસને કેવી રીતે યાદ કરવા ઈચ્છે છે તે માટે પણ તેઓ ઘણા અનોખા વિકલ્પ પસંદ કરે છે. કેટલાક કપલ્સ કેન્ડિડ ફોટોગ્રાફી પસંદ કરે છે. જોકે પોઝડ ફોટોગ્રાફ્સ કેન્ડિડ લાગે છે, પરંતુ કોઈ પણ કપલ પોતાના સંપૂર્ણ લગ્ન માટે પોઝડ ફોટો ન ઈચ્છે. તે એટલા માટે કે પોઝડ ફોટામાં એકસમાન હાવભાવ, હાસ્ય અને રીત જોવા મળે છે. આ કારણસર નવી ફોટોગ્રાફીની રીત વધારેમાં વધારે નેચરલ દર્શાવે છે.

Wedding Photography - TaskGarud

તેની તૈયારીરૂપે ફોટોગ્રાફર્સ હવે ડિજિટલ ફોટોગ્રાફી અપનાવી ચુક્યા છે. તે હવે ફોટોગ્રાફી માટે એચ.ડી. એટલે કે હાઈ ડેફિનેશન ડીએસએલઆર અને એસ.ડી. માર્ક જેવા કેમેરાનો ઉપયોગ કરે છે. આવા હાઈ ક્વોલિટીના કેમેરા દ્વારા ફોટોગ્રાફી કરવાનો લાભ એ થાય છે કે ફોટા અને વીડિઓ ખૂબ સારા અને શ્રેષ્ઠ ક્વોલિટીના હોય છે.

આજના સમયમાં વેડિંગ ફોટોગ્રાફીના પણ 3 તબક્કા હોય છે. પ્રથમ લગ્ન પહેલાની ફોટાગ્રાફી, જેને પ્રીવેડિંગ ફોટોગ્રાફી કહેવાય છે, બીજી છે લગ્નના દિવસની ફોટોગ્રાફી અને ત્રીજી છે લગ્ન પછીની ફોટોગ્રાફી એટલે કે પોસ્ટ વેડિંગ ફોટોગ્રાફી. હવે આટલા બધા ફોટા જોઈને એક વાત તો ખરેખર સાચી લાગે છે કે અહીં દરેક ફોટો કઈંક કહે છે.

લગ્નની ખૂબસૂરત યાદોને બધા સાચવી રાખવા ઈચ્છે છે. માત્ર લગ્ન જ નહીં, પ્રીવેડિંગ અને પોસ્ટવેડિંગ પળને પણ લોકો સાચવી રહ્યા છે. હવે તે સમય ગયો જયારે લગ્નનો દિવસ અને પહેલાં એન્ગેજમેન્ટ, પીઠી અને મેંદી સુધીની વિધિને ફોટોમાં સાંચવવામાં આવતી હતી. બોલિવૂડથી શરુ થયેલ પ્રીપોસ્ટ વેડિંગ ફોટા શૂટ પહેલાં મેટ્રો શહેરો સુધી પહોંચ્યું અને હવે નાનામોટા લગભગ દરેક શહેરમાં તેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

પ્રેવેડિંગ ફોટાગ્રાફી -

પ્રીવેડિંગ ફોટોશૂટ્નો ક્રેઝ 2-3 વર્ષ પહેલા ખૂબ ઓછો હતો, પરંતુ આજકાલ તો બધા પ્રીવેડિંગ ફોટોશૂટના ચાહક બની ગયા છે. પ્રીવેડિંગની ખાસ વાત એ છે કે તેના દ્વારા વરવધુ સરળતાથી એકબીજાને સમજી શકે છે.

જો વાત આપણે પર્ફેકશનની કરીએ તો એક શ્રેષ્ઠ વેડિંગ શૂટ ત્યારે સારું થઇ શકે છે, જયારે પૂરું વેડિંગ શૂટ એકજ ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું હોય, કારણ કે એકજ ફોટોગ્રાફર હોવાથી તેની સાથનું ટ્યુનીંગ સારું રહે છે.

Wedding Photography - TaskGarud

પ્રીવેડિંગ શૂટનું લોકેશન કસ્ટમરની ચોઈસ પર ડિપેન્ડ કરે છે. કોઈને પહાડ પસંદ છે, કોઈને બીચ, તો કોઈને કિલ્લા કે મહેલ પસંદ છે. જિમ કોર્બેટ, નીમરાણા, ઉદયપુર, જયપુર, ગોવા, કેરળ, દુબઈ, મલેશિયા, થાઈલેન્ડ જઈને તમારા બજેટ અનુસાર પ્રીવેડિંગ શૂટ કરાવવાનો ખર્ચ રૂપિયા 1 લાખ થી લઈને રૂપિયા 5 લાખ સુધી થાય છે.

કેટલાય લોકો લેવા પણ હોય છે જે આટલો ખર્ચ નથી કરી શકતા. આ સ્થિતિમાં ઓછા બજેટવાળા કપલ માટે ફોટોગ્રાફર્સ ઓઉટડોર લોકેશન્સ નામે દિલ્લીના લોઢી ગાર્ડન, હુમાયૂંનો મકબરો, નેચર પાર્ક અને મોનુમેન્ટ્સમાં ફોટોશૂટ કરતા હોય છે, પરંતુ હવે પોલીસની વધતી કડકાઇ લીધે આ બધા સ્થળે શૂટિંગની પરવાનગી નથી હોતી.

આ સ્થિતિમાં સમસ્યાના સમાધાનરૂપે તમારે ફોટોશૂટ માટે એવા સ્થળોની પસંદગી કરવી જોઈએ જ્યાં સરકાર અને પોલીસ પાસે થી પરવાનગી મેળવવાની જરૂર ના પડે. પરંતુ એક વાત નો ખાસ ખ્યાલ રાખવું કે જે સ્થળ માં ફોટોશૂટ માટે પરવાનગી મેળવવી જરૂરી છે એવા સ્થળો પર વિના પરવાનગી ફોટોશૂટ કરવું નહિ.

પોસ્ટવેડિંગ ફોટોગ્રાફી -

વેડિંગ શૂટ જ્યાં સંભંધ નક્કી થયા પછીથી લગ્ન પહેલાં સુધીમાં કરવામાં આવી રહ્યું છે, ત્યાં પોસ્ટવેડિંગનું ફોટોશૂટ લગ્ન પછી તરત થાય છે. હવે પ્રીવેડિંગની જેમ પોસ્ટવેડિંગ શૂટમાં પણ લોકો વધારે રસ લઇ રહ્યા છે. આ ફોટોશૂટ કપલ્સ હનીમૂન દરમ્યાન કરાવી રહ્યા છે. જે કપલ્સ લગ્નના પછી તરત હનીમૂન પાર નથી જઈ શકતા, તે શહેરની આસપાસના લોકેશન પર જઈને ફોટોશૂટ કરાવે છે. આ ફોટોશૂટ ખાસ ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી હાથમાંથી મહેંદી ન ઉતરી જાય.

હવે નોર્મલ ફોટોશૂટના બદલે હાઈ ટેક્નોલોજીની મદદ થી કરવામાં આવતા ફોટોશૂટ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમાં ડ્રોન કેમેરાનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

પોસ્ટવેડિંગ શૂટ વેડિંગ શૂટનું અંતિમ શૂટ હોય છે, જેમાં કપલ ખૂબ રોમેન્ટિક પોઝમાં શૂટ કરાવતા જોવા મળે છે. કેટલાય કપલ્સ થીમ અનુસાર શૂટ કરાવવાનું પણ પસંદ કરે છે.